19/03/2016
vyash jayesh
शनिवार, 19 मार्च 2016
Rashi mahtva.
હરિ ઔમ તત્સત જય ગુરૂ દત્ત
જન્મ રાશી નું મહત્વ
ભારતીય શાસ્ત્રોમાં માનવજીવન ના કલ્યાણ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે,,કોઈપણ વિદ્યા માનવ -જીવ કલ્યાણ માટે પ્રકટ કરવામાં આવ્યા છે,જ્યોતિષ શાસ્ત્રમાં પ્રકૃતિની પરખ માટે ચન્દ્રરાશી તેમજ જન્મ લગ્ન વિષે વિસ્તારથી માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે,જન્મ રાશી પ્રમાણે વ્યક્તિની વિશેષતા,મર્યાદા,કમજોરી બાબતે જાણકારી પ્રાપ્ત કરીને,આરોગ્ય તેમજ અન્ય વિષયક માહિતી સમજી જીવનમાં ધ્યાન આપવાથી શુભફળ મેળવી શકાય છે,મેશ થી મીન રાશી ની વિશેષતા વિવિધતા દ્વારા વ્યક્તિ વિચાર કરવામાં આવ્યો છે, રાશી પ્રમાણે અનુકુળતા પ્રતિકુળતા વિષે જાણકારી મળે છે,તે પ્રમાણે સાવધાની કેળવવા થી જીવનમાં જ્યોતિષ શસ્ત્રનો પ્રચુર લાભ મેળવી શકાય છે,નવ પંચમ,ષડાષ્ટક,બેબારાબીયાં બારું, કેન્દ્રયોગ,ત્રિ એકાદશ વિગેરે શુભ અશુભ લાભ દાયક, કલ્યાણકારી,નુકશાન કરતા બાબતો વિષે સમજી શકાય છે,પરંતુ આજકાલ જ્યોતિષ શસ્ત્રનો ઉપયોગ ધન પ્રાપ્તિ તેમજ અલ્પમાત્રામાં કરવામાં આવે છે,પરિણામે જ્યોતિષ શાસ્ત્રનો સદુપયોગ પ્રમાણમાં નહીવત કહેવાય,જ્યોતિષ શાસ્ત્રમાં મુહુર્ત ઉપરાંત અનેક પદ્ધતિઓ છે જે માનવ કલ્યાણ માટે ઉપયોગી છે,પરંતુ રાશી, જન્મલગ્ન વિષે જાણકારી જરૂરી હોય છે,ફક્ત સામાન્ય રાશી ભવિષ્યમાં પ્રચંડ રૂચી કેળવવી જરૂરી નથી,રાશી સ્વામી પ્રકૃતિ માટે અનુકુળ પ્રતિકુળ બાબતો માટે સમજ કેળવવી જરૂરી હોય છે દરેક રાશી ના તત્વ,અધિષ્ઠાતા સ્વામી ગ્રહ, ગ્રહના સ્વભાવ મુજબ જીવનમાં તકેદારી કેળવવા થી રોગ શત્રુ તેમજ આરોગ્ય, સફળતા ,નિષ્ફળતા આદી બાબતે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે, ખરેખર તો,જીવન પર્યંત દરેક બાબતે જ્યોતિષ વિદ્યા ઉપયોગી છે,
જીવનની સફળતામાં જ્યોતિષ મહત્વનું છે,પરંતુ સાચા અર્થમાં સમજવું જરૂરી છે,દરેક ગ્રહો તેમજ પંચતત્વ નો પ્રભાવ હોય છે તે બાબતે કોઈપણ વિજ્ઞાન અસ્વીકાર કરી શકે નહિ પંચતત્વ થીજ ઉત્ત્પત્તિ અને વિલય થઇ છે,વિજ્ઞાન પણ પંચતત્વ ના પ્રભાવનો સ્વીકાર કરે છે, પંચતત્વ દ્વારાજ ઉર્જા ઉત્પન થાય છ, પંચતત્વ વડે,વિકાસ તેમજ વિનાશ થાય છે,પંચતત્વના પ્રભાવ માટે આયુર્વેદમાં વિસ્તાર થી વર્ણન છે પરંતુ પંચતત્વના પ્રભાવ ,લાભ, નુકશાન બાબતે જ્યોતિષ માં રાશી નું મહત્વ હોય છે,જેના માટે જન્મ રાશી જન્મ લગ્ન તેમજ ગ્રહો ની માહિતી હોવી જોયે, તે દ્વારા સરળતાપૂર્વક જાણકારી મળે છે, ચંદ્ર રાશી સૂર્ય રાશી ભવિષ્ય નું મહત્વ સંપૂર્ણ વિશ્વમાં સ્વીકારાયું છે,હા દરેક બાબતે કેટલાક અપવાદ વિવાદો રહેવાનાજ છે પરંતુ તેથી જ્યોતિષ વિદ્યાની મહતા ઘટવાની નથી, રાશી પ્રમાણે ચયન કરવાથી અનેક પ્રકાર ની દ્વિધા નુકશાની બચી શકાય છે,તેમજ સમય નો સદુપયોગ કરી શકાય છે,મારો અનુભવ છે જયારે જયારે જન્મ રાશી થી શની-રાહુ જેવા ગ્રહો ગોચરમાં પ્રતિકુળ હોય છે ત્યારે ત્યારે જીવાત્મા તકલીફ નો અનુભવ કરે છે,આ સત્યનો અનુભવ લગભગ દરેક લોકો ને હોય છે,ટૂંકમાં જીવનમાં જ્યોતિષ શાસ્ત્રની અવગણના કરી શકાય નહિ,
રાશી બાબતે વિશેષ શુભ અશુભ યોગ તત્વ સ્વભાવ ગ્રહોનું મહત્વ વિગેરે બાબતે ભવિષ્ય ના આર્ટીકલમાં જાણકારી પ્રાપ્ત કરીશું ,જીવનમાં ધન થી મન થી જેમ સેવા કરી શકાય તેમ જ્ઞાન દ્વારાપણ કરીશકાય, માનવ જીવ કલ્યાણ માટેના પ્રયાસો મહત્વના છે,જીવનમાં સાચા અર્થમાં ઉપયોગી થવું, જીવવું અને જીવવા દેવું, એ મહત્વનું છે,આરોગ્ય અને જ્યોતિષ બાબતે ભવિષ્યમાં,,,,,,,,ઓમ શાંતિ,